Type Here to Get Search Results !

ગુજરાતી ભજનો

 ૧. ભજન :-

હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને હનુમાનજી દેજો..

અશોક વનમાં જોઈ રહી છું. રામના વિયોગની વેદના રહું છું...

વહેલા મોકલજો મારા રામની હનુમાનજી દેજો...

લંકાપતિ નગરી નો રાજા રાવણ છે 10 એના મસ્તકને વિસ  એના હાથ છે.

ચેતાવી દેજો મારા રામની હનુમાનજી દેજો...

 રાક્ષસો ની ભુમી છે દગા ભરી લંકાની નગરી તો સોને મઢેલી.

આટલું કહેજો મારા રામની હનુમાનજી દેજો...

હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામની હનુમાનજી દેજો...

વધુ ભજનો માટે અહીં ક્લિક કરો - Click Here

૨. ભજન

કરજે સરવાળો તારા કર્મોનો રે લોલ, ડુંગરના ઘાસ જેવી જિંદગી રે લોલ.

એક દિન ઓચિંતા સુકાઈ જાય રે, કરજે સરવાળો તારા કર્મોનો રે લોલ.

ગુલાબના ફૂલ જેવી જિંદગી રે લોલ, એક દિન તુ જીતા કરમાઈ જાય રે, કરજો સરવાળો તારા કર્મોનો રે લોલ.

નદીના નીર જેવી જિંદગી રે લોલ, એકલીનો ચિતા વહી જાય રે કરજે સરવાળો તારા કર્મોનો રે લોલ.

કાચના વાસણ જેવી જિંદગી રે લોલ, એક દિન ઓચિંતા તૂટી જાય રે, કરજે સરવાળો તારા કર્મોનો રે લોલ.

કરજે સરવાળો તરફ કર્મનો રે લોલ....

૩. ભજન

હારે મારે કરવો છે ટેલીફોન રે કનૈયા સાચો નંબર મને આપજો.

પહેલો તે ફોન મે તો મથુરામાં જોડાયો ઘંટડી વાગી ને વાસુદેવજી બોલ્યા.

હારે એ તો ગયા છે ગોકુળ ગામ રે કનૈયા સાચો નંબર મને આપજો.

બીજો તો ફોન મે તો ગોકુળમાં જોડાયો ઘંટડી વાગી ને જશોદા બોલ્યા.

હારે એ તો ગયા છે દ્વારિકા ધામ રે કનૈયા સાચો નંબર મને આપજો.

ત્રીજો તો ફોન મે તો દ્વારકામાં જોડ્યો ઘંટડી વાગી ને રુકમણી બોલ્યા.

હારે  એ તો ગયા છે ડાકોર ગામ રે કનૈયા સાચો નંબર મને આપજો.

ચોથો તો ફોન મે તો ડાકોરમાં જોડ્યો ઘંટડી વાગી ને લક્ષ્મીજી બોલ્યા.

હારે એ તો ગયા છે ભક્તોના ધામ રે કનૈયા સાચો નંબર મને આપજો.

૪. ભજન

મારે ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયાને મારા મનના મનૈયા મારે, મારે ઘેર આવ્યા લાલ કૃષ્ણ કનૈયા...

પિત્તળ નો લોટો વાલા જળથી ભરાવુ, હે દાતણ કરતા જાઓ રે મારા મનના, મને યાર મારે ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા.

તાંબા તે કુંડી વાલા જળથી થી ભરાવુ, હે નાવણ કરતા જાઓ રે મારા મનના, મનૈયા મારે ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા..

સોનાની થાળી વાલા ભોજન કરાવવું એ ભોજન કરતાં જાવ રે મારા મનના મનૈયા મારે ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા...

લવિંગ સોપારી વાલા મંગાવો મુખવાસ કરતાં જાવ રે મારા મનના મનૈયા મારે ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા...

સાગ રે સીસમના ઢોલિયા ઢળાવ હે પોઢાણ કરતાં જા ઓરે મારા મનના મને મારી ઘેર ગુરુજી લાલ કૃષ્ણ કનૈયા...

મારી ઘેર ગુરુજી આવ્યા લાલ કૃષ્ણ કનૈયા...

૪. ભજન

ગુરુ વિના વણના વાયરે ઓઘવરાઈ અમને પ્રભુ વિના પળ ના રહેવાય રે ઓઘવરાઈ રાય અમને...

મોરના પીછા નો વાલે મુગટ બનાવ્યો ફરતી મુકાવી ઘુઘર માળ ઓઘવરાઈ અમને...

મથુરા જાઉં તો વાલા મુગટ મૂકી જજો મુગટ દેખીને દાડા જાય રે ઓઘવરાઈ અમને...

આની તીરે ગંગા વા'લા પેલી તીર જમના વચમાં ગોકુળિયું રૂડું ગામ રે ઓઘવરાઈ...

યમુના ની તીરે વાલો ગાયો ચરાવે ઘેલી ઘેલી બંસરી બજાવે રે ઓઘવરાઈ...

વૃંદા તે વનમાં વાલો રાસ રમાડે સોળસો ગોપીમાં કાનો ખેલે રે ઓઘવરાઈ...

થોડા થોડા જૂલમા માછલી તડપે તડપી તડપીને જીવડો જાય રે   ઓઘવરાઈ અમને....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.