Type Here to Get Search Results !

ગુજરાતી ભજન Lyrics

 ૧. ભજન

ભોળા રે તમે ભળવાઈ ગયા ભોળવાઈ ગયા તમે ભાગ માં ભરમાયા ભોળા...

વૈકુંઠ હતું તે વિષ્ણુએ લીધું બ્રહ્માંડ  હતું તે બ્રહ્માએ લીધું કૈલાસ ના ડુંગરા તમને રે દીધા ભોળા...

હીરા માણેક તો વિષ્ણુ પહેર્યા રુદ્રાક્ષની માળા બ્રહ્માએ પહેરી સાપના ગુચળા તમને રે રે દીધા ભોળા રે...

મીઠા પકવાન તો વિષ્ણુને ખાધા રાંધી રસોઈ તો બ્રહ્માએ ખાધી ઝેરના ઘૂંટડા તમને રે દીધા ભોળા રે...

પીળા પીતાંબર વિષ્ણુએ પહેર્યા જળકસી જામા બ્રહ્માએ પહેર્યા વાઘના ચામડા તમને લીધા ભોળા રે...

ગરુડ હતું તો તે વિષ્ણુએ લીધું ધોળા ધોળા હંસલા બ્રહ્માએ લીધા રખડતો નદીઓ તમને  રે દીધો ભોળા રે...

ભોળા રે તમે ભોળવાઈ ગયા ભળવાઈ ગયા તમે ભાંગ માં ભરમાયા ભોળા રે તમે ભોળવાઈ ગયા...

૨.ભજન

લૂંટી લીધો લૂંટી લીધો લૂંટી લીધો રે ઓ રે કનૈયા તને લૂંટી લીધો રે...

બાંધી દીધો બાંધી દીધો બાંધી પાડી દીધો રે ઓરે કનૈયા તને બાંધી દીધો રે...

મિત્ર બનીને તને સુદામા એ લુંટ્યો પૌવા ખવડાવી તેને બાંધી દીધો રે...

દાસી બનીને તમે મીરાએ લુટીયો ઝેર પીવડાવી તને બાંધી દીધો રે

બેની બનીને તને દ્રોપદીએ લુંટ્યો પાટો બંધાવી તને બાંધી દીધો રે...

સખી બનીને તને ગોપીઓએ  લૂંટાયો માખણ ખવડાવી તને બાંધી દીધો રે...

ઓરે કનૈયા તને લૂંટી લીધો રે...

૩.ભજન

પૂછે છે રાધાજી વાત કનૈયા તમે કેમ થયા કાળા...

નંદરાઈ ગોરા જશોદાજી ગોરા ગોરા છે બાળભટવીર કનૈયા તમે પૂછે છે રાધાજી વાત કનૈયા તમે કેમ થયા કાળા...

અંધારી રાતે હું રે જન્મ્યો કાળા તે ગ્રહ માં હું જન્મ્યો લાગ્યું મને કાળા ગ્રહ નો ડાગ રાધાજી પૂછે છે રાધાજીવા કનૈયા તમે કેમ થયા કાળા...

તારા સ્વરૂપ નો વિસ્તાર વધારવા તારા નયનો માં હું રે સમાયો લાગ્યું મને કાજલ નો ડાઘ રાધાજી પૂછે છે રાધાજી વાત કનૈયા તમે કેમ થયા કાળા...

યમુનાના નિરમાં હું રે નાયો તો કાળી તે નાગને મેં તો નાથ્યો તો લાગ્યું એના ઝેર કેરો રંગ રાધાજી પૂછે છે રાધાજી વાત કનૈયા તમે કેમ થયા કાળા...

બોલવામાં શ્યામ તમે ઘણા ચતુર છું એક જ સવાલમાં જવાબ બહુજ દો છો નટખટ નંદકિશોર કનૈયા તમે પૂછે છે રાધાજી વાત કનૈયા તમે કેમ થયા કાળા...

૪.ભજન

શ્યામ તારી યાદ તો વિસરાયના પ્રેમની પીડા હવે સહેવાય ના શ્યામ તારી યાદ તો વિસરાયના...

ભોળા ભાવે મેં કરીતી પ્રીતડી ને સ્નેહદઈ ને કાળજું કોરાઈ ના શ્યામ તારી યાદ તો વિસરાયના...

નાવ મારી મૂકી મે મજધારમાં દુઃખના દરિયા નહિ તો છોડાયના શ્યામ તારી યાદ તો વીસરાયના...

આંખથી અળગો કઈ રાખ્યો નથી તારા વિના એકલું રહેવાય ના શ્યામ તારી યાદ તો વિસરાઈના...

લોકો પૂછે છે મને હું તો શું કરું દાઝ્યા દિલની વાત તો કહેવાય ના શ્યામ તારી યાદ તો વિસરાઈના...

સુખના સપના બધા રોલાઈ ગયા મહેનતની આશા નિરાશ થાય ના શ્યામ તારી યાદ તો વિસરાઈના...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.