Type Here to Get Search Results !

દૂધ કરતાં 8 ગણું વધારે કેલ્શિયમ આપે છે આ નાના અમથા બીજ, હાડકા લોખંડ જેવા મજબૂત થઇ જશે, પ્રોટીનનો પણ છે ખજાનો


ઘણા લોકોને નાનપણમાં દૂધ પીવાની આદત પડી હોય તે લાંબા સમય સુધી રહે છે અને તેઓ મોટા થઈને પણ રોજ દૂધ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધના એક ગ્લાસ કરતા 8 ગણું કેલ્શિયમ એક નાનકડા બીજમાં જોવા મળે છે. જો તમે ખરેખર કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબર જેવા તત્વો તમારા શરીરમાં લાવવા માંગો છો તો તમારે આ બીજ ખાવા જોઈએ.

મોટાભાગના લોકો માનતા હોય છે કે દૂધમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. જેને લઈને બધી જ માતાઓ તેમના બાળકોને દૂધ પીવડાવવાને વધુ મહત્વ આપે છે. ઘણા લોકોને નાનપણમાં દૂધ પીવાની આદત પડી હોય તે લાંબા સમય સુધી રહે છે અને તેઓ મોટા થઈને પણ રોજ દૂધ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધના એક ગ્લાસ કરતા 8 ગણું કેલ્શિયમ એક નાનકડા બીજમાં જોવા મળે છે. જો તમે ખરેખર કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબર જેવા તત્વો તમારા શરીરમાં લાવવા માંગો છો તો તમારે આ બીજ ખાવા જોઈએ. ત્યારે ડાયેટિશિયન ડૉ. શ્વેતા શાહ તમને આ બીજના ફાયદા જણાવી રહ્યા છે.

હાડકા બને છે મજબૂત

પ્રસિદ્ધ ડાયેટિશિયન ડૉ. શ્વેતા શાહ તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વિડીયોમાં જણાવે છે કે, સેસમે સીડ્સ એટલે કે તલમાં દૂધની સરખામણીએ 8 ગણું કેલ્શિયમ જોવા મળે છે. જો તમે તમારા હાડકાં મજબૂત કરવા માંગતા હોવ અને ભવિષ્યમાં સપ્લિમેન્ટ્સ ન લેવા માંગતા હોવ તો તમારે જરૂરથી તલનું સેવન કરવું જોઈએ. તેલમાં કેલ્શિયમ હોવાની સાથે ફાઈબર અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલે કે એક તલના સેવનથી તમારા શરીરને કેલ્શિયમ, ફાઈબર અને પ્રોટીન ત્રણેય મહત્વના તત્વો મળી રહે છે.

માસિક સ્ત્રાવ દરમિયાન કરે છે મદદ

ડૉ. શ્વેતા શાહ જણાવે છે કે, જે મહિલાઓ માસિક સ્ત્રાવ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહી છે, તેમના માટે તલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તલમાં ફાઈટોઈસોજીન્સ જોવા મળે છે, જે અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યાઓને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મેનોપોઝમાં મહિલાઓએ પોતાના હાડકા મજબૂત કરવા માટે તલનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે તલ

ડૉ. શ્વેતા શાહ અનુસાર, જો તમારા શરીરમાં ખૂબ જ વધુ કોલેસ્ટ્રોલ છે અને તમારો રિપોર્ટ ખરાબ આવ્યો છે, તો આવી પરિસ્થિતિમાં તલનું સેવન કરવું તમારી માટે ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે તલમાં PUFA અને MUFA જોવા મળે છે.

જણાવી દઈએ કે, તલના બીજ મેગ્નેશિયમનો પણ એક ઉત્તમ સ્ત્રોત છે, જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તલમાં કેટલાક એવા મિનરલ્સ છે, જે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. ડૉ. શાહ કહે છે કે જો તમે થોડી થોડી માત્રામાં પણ તલનું સેવન કરો છો, તમારા આખા દિવસની કેલ્શિયમની જરૂરિયાત પૂર્ણ થઇ જાય છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.