Type Here to Get Search Results !

બેસ્ટ ગુજરાતી ભજન Lyrics

૧.ભજન

કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

કાદવમાં જેણે કમળ ઉઘાડ્યા કમળમાં રંગ કોઈ  ભરીતો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

ચંદ્ર સૂરજની નવલખ તારા આભને આધાર કોઈ કરી તો જુઓ 
મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

બાગ બગીચા ને વનવનરાઈઓ ફૂલોમાં કોઈ  ભરીતો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

પાંચ તત્વોનું જેણે પૂતળું બનાવ્યું પૂતળામા પ્રાણ કોઈ  ભરીતો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

ઊંચા ઊંચા ઝાડને ઊંચા ઊંચા પહાડો શ્રીફળમા પાણી કોઈ  ભરીતો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

દુનિયાના રંગ તો ઘડી ઘડી બદલાય મોરના પીંછામા રંગકોઈ  ભરીતો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

મોહ માયાના રંગ છોડ્યા છોડાય છે પ્રભુના ચરણોમાં પ્રિત જોડી તો જુઓ મારો શ્યામ કરે તેમ કરી તો જુઓ...

૨. ભજન

અન્યાય ભરેલી આ દુનિયા માં હું ક્યાં જઈને ફરિયાદ કરુ...

આંખોમાં આંસુ ની ધારા જગદંબા તુજ ને યાદ કરુ...

ભટકી ભટકીને હું થાક્યો શોધું છું શોધુ છુ હું શીતળ છાયા...

ચારે બાજુ સળગે જવાળા હું ક્યાં જઈને ફરિયાદ કરું અન્યાય ભરેલી આ દુનિયા માં હું ક્યાં જઈને ફરિયાદ કરું...

ઉગતા સૂર્યને પૂજનારી એવી છે આ દુનિયાદારી પડતાંને એ પાટું મારે...

જુઠા જંગની ઝૂઠી માયા હું શી રીતે વિશ્વાસ કરુ અન્યાય ભરેલી આ દુનિયા માં હું ક્યાં જઈને ફરિયાદ કરુ...

જીવન મારું જોલા ખાતુ વસમી લાગે છે વાટલડી...

બાળકના બળતા હૈયાની કરવી છે તુજ કે વાતલડી...

ચરણોમાં મુજને રાખીને હું ભવ સિંધુને પાર કરું અન્યાય ભરેલી આ દુનિયા માં હું ક્યાં જઈને ફરિયાદ કરુ...

૪.ભજન


૫.ભજન

આ ચોઘડિયું હરિ ભજવાનું ફરી ફરી નહી આવે રે આ જીવનમાં...

ડુંગરના ઘાસ જેવું જીવન છે આપણું પળમાં સુકાઈ જશે રે આ જીવનમાં આ ચોઘડિયું હરિ ભજવાનું ફરી ફરીને નઈ આવે રે આ જીવનમાં...

કાચના વાસણ જેવું જીવન છે આપણું પળમાં તૂટી જશે રે આ જીવનમાં આ ચોઘડિયું હરિ ભજવાનું ફરી ફરી નહીં આવે રે આ જીવનમાં...

ગુલાબના ફૂલ જેવું જીવન છે આપણું પળમાં કરમાઈ જશે રે આ જીવનમાં આ ચોઘડિયું હરિ ભજવાનું ફરી ફરી નહી આવે રે આ જીવનમાં...

નદીના નીર જેવું જીવન છે આપણું પળમાં વહી જશે રે આ જીવનમાં આ ચોઘડિયું હરિ ભજવાનું ફરી ફરી નહી આવે રે આ જીવનમાં...



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.